વય વધવાની સાથે હરિવર તમે ચડ્યા અડફેટે !
એમ લાગતું સરી ગયાં કંઈ એક પછી એક અબ્દ,
ખાલી ખાલી કલમોમાંથી ખરતા સૂકા શબ્દ ;
નથી રહ્યું ઓધાન, સામ્બને પ્રસવે મુશળ પટે
હરિવર તમે ચડ્યા અડફેટે !

- ધીરૂ પરીખ