સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે, મૈ…

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
-બેફામ